દ્વારકા જીલ્લો : ભારે પવન, ધોધમાર વરસાદ, ઘોડાપુર, ક્યાંક છાંટો પણ નહી

0
622

ખંભાલીયા : સોમવારનો દિવસ દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે તાલુકાઓ માટે શુકનવંતો સાબિત થયો છે. ગઈ કાલે ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યા બાદ આજે દિવસ દરમિયાન ખંભાલીયા તાલુકા મથક અંગે ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખંભાલીયામાં ચાર ઇંચ વરસાદ વરસતા તેલી નદીમાં પુર આવ્યું હતું જયારે રામનાથ નદીમાં પણ નવા નીર ઉમેરાયા હતા. બપોરથી સાંજ સુધીમાં ખંભાલીયા તાલુકા મથકે ૯૫ મીમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ વિરમદળ ગામે પવન સાથે પડેલા વરસાદમાં અનેક વીજ પોલ ધરાસાઈ થઇ જતા વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જયારે તાલુકાના વીંજલપુર, કેશોદ, ભીંડા, ભાડથર, લાલુકા, લાલપરડા, ફોટ, ભાણવરી, ખોખરી સહિતના ગામડાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. સોમવારના દિવસ દરમિયાન ભાણવડમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો જયારે તાલુકામાં ઝાપટાથી માંડી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં રેટા કાલાવડ ગામે આવેલ પુરમાં એક કાર પણ તણાઈ ગઈ હતી. બીજી તરફ કલ્યાણપુર તાલુકાના અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યો હતો તો મોટાભાગના તાલુકામાં એક ટીપું વરસાદ પણ પડ્યો ન હતો. આવી જ હાલત ઓખામંડળની રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here