લોકડાઉનમાં આટલા કરોડ ભક્તોએ સોમનાથદાદાના ઓનલાઈન દર્શન કર્યા

0
525

ગીરસોમનાથ : દેવોના દેવ અને બાર જ્યોતિર્લીંગ પૈકીના એક એવા સોમનાથ દાદામાં અબજો શ્રદ્ધાળુઓ અનેરી આસ્થા ધરાવે છે. સામાન્ય દિવસોમાં પણ દેશ-વિદેશથી ભાવિકોનો પ્રવાહ દાદાના દરબારમાં દરરોજ ઘોડાપુરની જેમ ઉમટી પડે છે. ત્યારે લોકડાઉન વખતે દેશના બંધ રહેલા તમામ ધાર્મિક સ્થળોને લઈને શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી હતી. પરતું સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોક ડાઉન દરમિયાન પણ દાદાના દરરોજ દર્શન થાય તેવી ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ જુદા જુદા ડીજીટલ પ્લેટફોર્મ પર દરરોજ દાદાનો નિત્યક્રમ પ્રસારિત કરવામાં આવતો હતો. આ પ્લેટફોર્મ વાટે ભારત સહિત જુદા જુદા ૪૫ દેશમાં ભાવિકો ઘર બેઠા જ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફેસબુક, હેલ્લો એપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપ અને ઈ-માળા તેમજ વોટ્સએપના માધ્યમથી દરરોજ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ૮૦ દિવસના લોકડાઉનમાં ફેસબુક પર ૪.૯૨ કરોડ, હેલો એપ પર ૧.૬૨ કરોડ, ટ્વીટર પર ૯૯.૪૬ લાખ, ઈન્સ્ટાગ્રામ પર ૭૪.૮૫ લાખ, સોમનાથ એપ પરથી ૪.૯૭ લાખ, ઈ-માળા અને વોટ્સએપ પરથી ૭૬૬૮ અને ઈ-સંકલ્પ દ્વારા ૨૧૦૦ ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. આમ ૮૦ દિવસના લોકડાઉન પીરીયડમાં ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વિશ્વમાં કુલ ૮.૩૪ લાખ ભક્તોએ દર્શન કર્યા છે. જે દરરોજના ૧૦.૪૨ લાખ ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here