કલ્યાણપુર : યુવાનને યુવતી સાથેની મિત્રતા મોંઘી પડી, ભાઈઓએ ઢીબી નાખ્યો,ચાર હોસ્પિટલમાં સારવાર

0
838

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક યુવાન પર ત્રણ સખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. ત્રણ પૈકી એક આરોપીની બેન સાથે યુવાનની મિત્રતાને લઈને હુમલો  કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબા ગામે થયેલ ઝઘડાની વિગત એવી છે કે બે દિવસ પૂર્વે એટલે કે તા. ૧૦મીના રોજ મોવાવારા ડાડાના મંદિરના ગેઇટ સામે આવેલ હોટેલ પર રણમલભાઇ દેશુરભાઇ કરમુર ઉવ૩૦ નામનો યુવાન ઉભો હતો ત્યારે ડાડુભાઇ પરબતભાઇ ચેતરીયા, કાનાભાઇ કરશનભાઇ ચેતરીયા અને મશરીભાઇ હરદાસભાઇ ચેતરીયા નામના ત્રણ સખ્સો એક મોટર સાયકલમાં આવ્યા હતા અને બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આરોપી ડાડુ પરબત ચેતરીયા તથા કાના કરશન ચેતરીયાએ લાકડાના ધોકાથી માથાના ભાગે પ્રહાર કરી યુવાનને લોહી લુહાણ કરી નાખ્યો હતો. જયારે અન્ય સખ્સે ઢીકા પાટુંનો માર માર્યો હતો. માર મારી આરોપીઓ નાશી ગયા હતા. જયારે ઘાયલ યુવાનનાં કાકા અને ભાઈએ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી યુવાનને પ્રથમ કલ્યાણપુર, ત્યારબાદ ખંભાલીયા સારવાર અપાવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. અહીથી યુવાનને ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવાને જ ત્રણેય સખ્સો સામે કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી કાના કરશન ચેતરીયાની બહેન સોનલ સાથે મીત્રતા હોય અને ફોન ઉપર વાત કરતા હોય જે આરોપીને પસંદ નહી પડતા માર માર્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here