દેવભૂમિ દ્વારકા : આર્મીમાં જોડાવવા માંગતા તરવરીયા યુવાનો થઇ જાવ તૈયાર, આવી ગઈ છે ભરતી

0
1337

જામનગર : ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે   તા:- ૦૧/૦૨/૨૦૨૧ થી તા:- ૧૫/૦૨/૨૦૨૧ સુધી,એનડીએચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ,દેવભૂમિ દ્વારકા જીલ્લા ખાતે લશ્કરી ભરતીમેળા નું આયોજન કરવામાં આવેલ છે,

આ લશ્કરી ભરતીમેળામાં , સોલ્જર જનરલ ડ્યુટી ,સોલ્જર ટેકનીકલ , સોલ્જર ટેકનીકલ એવિએશન એમ્યુનીશન એક્સામીનેશન, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટેકનીકલ( નર્સિંગ આસિસ્ટન્ટ, નર્સિંગ આસિસ્ટન્ટ વેટરનરી), સિપાઈ(ફાર્મા) અને  સોલ્જર ટ્રેડમેન ની કક્ષા પર ભરતી યોજાવાની છે , આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે જે ઉમેદવારે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે એમને પણ ફરીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને ઈ- મેઈલ મારફતે કોલ-લેટર મોકલવામાં આવશે, જેથી અરજી કરેલ  તમામ ઉમેદવારો એ ઓનલાઈન અરજી દરમિયાન દાખલ કરવામાં આવેલ ઈ- મેઈલ ચેક કરતા રહેવું. લશ્કરી ભરતીમાં ફરજીયાત એફીડેવીટ રજુ કરવું પડશે અને જે ઉમેદવારો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે તે ઉમેદવારે COVID-19/ASYMPTOMATIC પ્રમાણપત્ર સરકારી હોસ્પીટલના પ્રમાણિત ચિકિત્સક દ્વારા ૭૨ કલાક પહેલાનું પ્રમાણપત્ર સાથે લાવવું ફરજીયાત રહેશે.  જેની લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો એ નોંધ લેવી,  આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગતો માટે તથા એફીડેવીટ ના નમુના માટે  આર્મી ભરતી કાર્યાલય ,જામનગર (૦૨૮૮ -૨૫૫૦૩૪૬, અથવા રોજગાર કચેરી ,જામનગર (૦૨૮૮-૨૫૬૪૬૫૪)  નો ટેલીફોનીક અથવા રૂબરૂ સંપર્ક કરવા તથા રોજગાર કચેરી જામનગર નું ફેશબુક પેઝ EMPLOYMENT OFFICE JAMNAGAR ની અપડેટ ચેક કરતા રહેવા જણાવવામાં આવે છે .  એમ મદદનિશ નિયામક(રોજગાર) દ્વારાજણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here