જામનગર : ચાર કાર સહિત પાંચ વાહન એકબીજા સાથે અથડાયા

0
286

જામનગર અપડેટ્સ : જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા તળાવની પાળ પાસેના રોડ પર આજે મોડી રાત્રે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થયા હતા. જોકે સદનસીબે એક માત્ર એક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે ચાર કાર અને એક્ટિવામાં નુકસાની થવા પામી હતી.

જામનગરમાં આજે રાત્રે સવા દસેક વાગ્યાના સુમારે અહીંથી પસાર થતા પાંચ વાહનો એક બીજા સાથે અથડાઈ જતા અફરાતફરી મચી ગઇ હતી. ચાર કાર અને એક એક્ટિવા વચ્ચે થયેલ ટકકરમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખેસેડવામાં આવ્યા છે. જ્યારે ચાર કારમાં આગળ પાછળ અથડાવવાના કારણે નુકસાની પહોંચી હોવાની સામે આવ્યું છે.

આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સીટી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અકસ્માત કઇ રીતે સર્જાયો તેની સતાવાર વિગતો સામે આવી નથી પરંતુ બે વાહનો વચ્ચે ટક્કર થયા બાદ પાછળ આવતા અન્ય વાહનો આગળના વાહન સાથે અથડાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલકસે આ બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here