દેવભૂમિ દ્વારકા : પોસ્ટકર્મીનું દોઢ કરોડ રૂપિયાનું કૌભાંડ

0
1304

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટિયા ખાતે પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ તેની નીચે આવતી ૧૬ બ્રાંચના નામે આર્થિક વ્યવહારો કરી રૂપિયા દોઢ કરોડ ઉપરાંતની રકમની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. આ પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ નકારી ન શકાય એમ પણ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આરોપીએ વર્ષ ૨૦૧૯-૨૦ના દોઢ વર્ષના ગાળામાં ૧૬ બ્રાંચ પોસ્ટ ઓફીસમાં ખોટા કેસ ટ્રાન્જેકશન કરી આ રકમની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે આવેલ બ્રાંચની તસ્વીર

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોસ્ટ ઓફીસના જ કર્મચારી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વિગતો સામે આવતા કલ્યાણપુર તાલુકાની જુદી જુદી બ્રાંચમાં ખાતાઓ ધરાવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પ્રકરણની વિગત મુજબ, જામનગરમાં રહેતા અને પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પીનાકીન શાહ નામના કર્મચારીએ ભાટિયા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તારક હેમતભાઈ જાદવ નામના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૦ના દોઢ વર્ષના ગાળામાં ભાટિયા શાખામાં આવતી કલ્યાણપુરની જુદી જુદી ૧૬ બ્રાંચમાંથી ખોટા ટ્રાન્ઝીટ દર્શાવી રૂપિયા એક કરોડ પંચાવન લાખ પંચોતેર હજારની ઉચાપત કરી લીધી હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપીએ આરોપીએ ભાટિયા સબ પોસ્ટ ઓફીસમાં પોતાની રાજય સેવક તરીકેની ફરજ બજાવતી વખતે પોતાના હોદ્દાનો દુર-ઉપયોગ કરી પોસ્ટ શાખાના એસએપી  સોફ્ટવેરમાં બોગસ હિશાબી વ્યવહારો કરીને ભાટીયા સબ પોસ્ટ ઓફિસ હેઠળ આવેલી વિવિધ ૧૬ બ્રાંચ પોસ્ટ ઓફીસમાંથી સમયાન્તરે રૂપિયા ૧,૫૫,૭૫,૦૦૦ની ઉચાપત કરી લીધી  હોવાનું સામે આવ્યું છે. જો કે આટલા મોટા વ્યવહાર અને દોઢ વર્ષનો સમયગાળાને લઈને આ પ્રકરણમાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોય શકે એમ સુત્રોએ જણાવ્યું છે. નાના કર્મચારીથી મોટી રકમની ઉચાપત ક્યારેય શક્ય નથી એમ જણાવી સુત્રોએ આ પ્રકરણમાં વધુ સખ્સોની સંડોવણી બહાર આવશે એમ ઉમેર્યું  હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here