દેવભૂમિ દ્વારકા : વધુ એક અધિકારી કોરોનાગ્રસ્ત, આ વખતે પોલીસ અધિકારી પર હાવી થયો કોરોના

0
1312

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ અજગરી ભરડા તરફ આગળ વધી રહ્યું છે. દ્વારકાના પ્રાંત અધિકારી ઝપટે ચડ્યા બાદ વધુ એક અધિકારીને કોરોના થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. દ્વારકા પોલીસ દફતરના પોલીસ ઇન્સ્પેકટર ગઢવીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ અહેવાલના પગલે પોલીસ સ્ટેશનના સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હવે પોલીસ દફતરના ડી-સ્ટાફને તો ફરજીયાત ક્વોરેનટાઈન કરવો પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જામનગર જીલ્લામાં કોરોનાએ વિકટરૂપ ધારણ કર્યું છે. અનેક સરકારી કર્મચારીઓ અને ડોક્ટરસને પણ કોરોના લાગુ પડ્યો છે. તો દરરોજ એવરેજ એક સો થી વધુ મોત અને બે આંકડામાં મોત થઇ રહ્યા છે. જામનગરની પરિસ્થિતિ થાળે પડે તે પૂર્વે દેવભૂમિ દ્વારકામાં પણ કોરોના વિસ્તર્યો છે. દ્વારકા પ્રાંત અધિકારી ભેટારિયા કોરોનાગ્રસ્ત બન્યા બાદ હવે વધુ એક અધિકારી કોરોનાની જપટે ચડ્યા છે. દ્વારકા પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીઆઈ ગઢવીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને પોલીસ સ્ટેશન અને બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. દ્વારકા પોલીસ દફતરમાં ફરજ બજાવતો ડી સ્ટાફ તો પીઆઈના સંપર્કમાં આવ્યો છે આ ઉપરાંત ડ્રાઈવર સહીત અન્ય પોલીસકર્મીઓએ પણ પીઆઈના સંપર્કમાં આવ્યા હોવાથી અનેક કર્મચારીઓના રીપોર્ટ કરાવવા ફરજીયાત થશે ઉપરાંત ડી સ્ટાફને તો ક્વોરેન્ટાઈન પણ કરવામાં આવશે. જેને લઈને પોલીસવડાની ચિંતામાં પણ વધારો થયો છે. પીઆઈ ગઢવીના જણાવ્યા મુજબ આજે રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તબિયત એકદમ સારી છે. અન્ય સ્ટાફને તકેદારી દાખવવા અપીલ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here