જામનગર : શહેરની ભાગોળે લાલપુર બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ચે આવેલ યુનો પેટ્રોલ પમ્પ પરિસરમાં એક કારમાં લાગી ભીષણ આગ લાગી જતા દોડધામ મચી ગઇ હતી. જામનગર ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર નિયંત્રણ મેળવી મોટી દુર્ઘટના સ્હેજમાં ટાળી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી પણ પ્રાથમિક અંદાજ મુજબ સીએનજી કારમાં ગેસ લીક થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જામનગર નજીક લાલપુર ચોકડી થી ખીજડીયા બાયપાસ તરફ જતા ધોરીમાર્ગ પર આવેલ પેટ્રોલ પમ્પ પર આજે કારમાં એકાએક ભીષણ આગ લાગતા અફળતાફળી મચી ગઇ હતી. જેના પગલે અફળતાફળી મચી ગઇ હતી. કારમાં ધડાકો થયા બાદ આગ લાગતા જ પમ્પના સ્ટાફે પ્રાઇમરી સાધનોથી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયરની ટીમે તાત્કાલિક દોડી જઇ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ઘટનાના પગલે વાહન ચાલકો અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. રાજકોટ પાસિંગની જીજે 3 સીએ ૨૪૨૫ નંબરની કારમાં લાગેલી આગ પાછળનું સત્તાવાર કારણ સામે આવ્યું નથી.