અમદાવાદ ભાજપના કાઉન્સેલરના વોટ્સએપ ગ્રુપમાં પોર્ન વિડીયો અપલોડ થતા ગામ ગાંડુ થયું

0
873

જામનગર : જામનગરના શિક્ષકોના ગ્રુપમાં એક આચાર્ય અને શાળા ટ્રસ્ટીએ શિક્ષિકાના બીભત્સ ફોટા વાયરલ કર્યાની તેમજ ગીર સોમનાથના ભાજપના ગ્રુપમાં પોર્ન વિડીઓ અપલોડ થયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સેલરના એક ગ્રુપમાં બીભત્સ વિડીઓ અપલોડ થતા જ ચકચાર મચી ગઈ છે.

ગીર સોમનાથ જીલ્લાના ભાજપના ગ્રુપમાં એક પોર્ન વિડીયો અપલોડ કરવામાં આવતા છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. આ કિસ્સા બાદ પર આ જ સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદમાં ભાજપના કાઉન્સિલરના વ્હોટ્સએપ ગ્રૂપમાં પોર્ન વીડિયો અપલોડ થયા હોવાનું ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડના ભાજપના કાઉન્સિલર મહેશ પટેલના વ્હોટ્સએપ ગ્રૂપમાં એક કાર્યકરે પોર્ન વીડિયો સેન્ડ કરી દેતા સનસનાટી મચી ગઇ હતી. જાણવા મળતી વિગતો મુજબ વોટ્સએપ ગ્રૂપમાં વીડિયો અપલોડ થયા પછી ડિલીટ કરાવવા બાબતે માથાકૂટ થઈ હતી. પરંતુ વિડીઓ ડીલીટ થાય તે પૂર્વે જ વીડિયોના અને ચર્ચાના સ્ક્રિન શોટ્સ શહેર જીલ્લાના સીમાડાઓ વટાવી વાઈરલ થઈ ગયા હતા. જે ગૃપમાં વિડીયો સેન્ડ કરવામાં આવ્યો છે તે ગ્રુપમાં મહિલાઓ પણ ગ્રૂપમાં છે, વિડીયો અપલોડ થતા જ આ મહિલાઓએ સર્મ અનુભવી હતી. ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર, એક કોઈ કાર્યકર્તાને બે નંબર હતા અને તેના આ નંબર ગ્રૂપમાં હતા. એક નંબર બંધ થઈ ગયો હતો અને તે નંબર કંપનીએ ગોધરાના એક શખ્સને આપ્યો છે અને તે તેની પાસે છે. તેણે આ વીડિયો ગ્રૂપમાં ભૂલથી અપલોડ કરી દીધો હતો અને તાત્કાલિક ડિલીટ પણ કરી દીધો હતો અને જે તે કાર્યકરને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here