દિયરે જ ભાભી પર કર્યું હતું ફાયરીંગ, બીજી ગોળી ન છૂટી, ભાભી બચી ગયા, કારણ છે આવું

0
797

જામનગર : તાજેતરમાં બરોડામાં યાકુતપુરા વિસ્તારમાં એક અજાણ્યા સખ્સોએ ઘરે આવી એક  મહિલા પર કરેલા ફાયરીંગ બાદ પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા છે. બે પૈકી એક આરોપી મહિલાનો દિયર જ હોવાનું સામે આવ્યું છે. બરોડામાં બે દિવસ પૂર્વે યાકુતપુરા રહેતા નઇમ અબ્દુલ શેખના ઘરમાં બે અજાણ્યા સખ્સોએ ઘુસી અમીનાબાનુ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે બીજી ગોળી જ ન છૂટતા બંને સખ્સો નાશી ગયા હતા. આ બનાવના સીસીટીવી ફૂટેજ કબજે કરી પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં અમીના નઇમ શેખ ઉપર ફાયરિંગ કરનાર મોઇન અબ્દુલ શેખ(રહે, 9, આમીર ડુપ્લેક્ષ, તાંદલજા)ની અમદાવાદ જુહાપુરા વિસ્તારમાંથી અને તેના મિત્ર અમજદશા આમદશા દિવાન(રહે, તમંચાવાલા બાવાની ગલી, યાકુતપુરા)ને અમદાવાદ લાલ દરવાજા પાસે આવેલી રિલીફ હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલી દેશી પિસ્તોલ, 4 મોબાઇલ અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપી મોઇન શેખ પોતાના ભાઇ નઇમ શેખની પત્ની અમીનાબાનુની હત્યાનો પ્લાન કર્યો હતો. એક સપ્તાહ સુધી રેકી પણ કરી હતી. દરમિયાન ચાર દિવસ પૂર્વે કંકોત્રી આપવાના બહાને ઘરમાં ઘુસી તેની પર ફાયરીંગ કર્હ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને સખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here