જામનગર : જેએમસીના પેટા કોન્ટ્રાક્ટરે અધિકારી પાસેથી અડધો કરોડ રૂપિયા કેમ માંગ્યા? મોડેથી નોંધાઈ ફરિયાદ

0
569

જામનગર : જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના અધિકારી સાથે એક કોન્ટ્રાક્ટર કરેલ બોલાચાલી અને ધાક ધમકીના વ્યવહાર તેમજ ફરજમાં રુકાવટ સબબ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી કોન્ટ્રાકટરે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આજ વાતને લઈને હાલ મહાનગરપાલિકા પરિસરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે મોટી રકમની માંગણી શેના માટે કરી અને કેમ ?

જામનગરમાં તા. ૭મીના રોજ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ અને પ્લાનિંગ શાખામાં સાંજે પાંચેક વાગ્યાના સુમારે આવેલ બાંધકામના કોન્ટ્રાક્ટર પરેશ જમનભાઈ ચોવટિયાએ મોટે મોટેથી બોલાચાલી કરી હતી. શાખાના અધિકારી ભાવેશભાઈ નટવરલાલ જાની પોતાની ફરજ પર હાજર હતા ત્યારે આરોપી પરેશભાઈ ઓફીસમા આવી ચડ્યા હતા. કોઇ કેફી પ્રવાહી પી ઓફિસમાં આવેલ આરોપીએ અધિકારી પાસે ૫૦ લાખ રૂપીયા ની માગણી કરેલ અને જેમફાવેતેમ ભુંડી ગાળો કાઢી માર મારવાની ઘમકિ આપેલ અને બીલ્ડીંગ તોડી નાખવાની ઘમકી આપી ફરજ મા રુકાવટ કરી હતી આ બનાવના પગલે અધિકારીએ તાત્કાલિક પોલીસ બોલાવી લીધી હતી. આરોપી મહાનગરપાલિકામાં જ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસે હાલ આરોપી સામે ફરજમાં રુકાવટ અને ધમકી આપ્યાની ધંધાર્થી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મહાનગરપાલિકા પરિસરમાં મુદ્દો એ બન્યો છે કે પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આરોપી અને અધિકારી વચ્ચે રૂપિયાની લેતીદેતીની વાત કેમ આવી ? એ પણ મોટી રકમ ? હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મહાપાલિકામાં દરેક કામમાં ટકાવારીની લેતીદેતી રહે જ છે એવી ફરિયાદો તો જગ જાહેર છે ત્યારે આ કિસ્સામાં કયા પરિબળો કારણભૂત છે એની પણ તપાસ થવી જોઈએ એમ મહાપાલિકા પરીસરમાં ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here