જાંબુડા-ખીજડીયા ગામનો રસ્તો ત્રણ માસમાં તૂટી ગયો, ખેડુતો પરેશાન

0
520

જામનગર : જામનગર તાલુકાના જાંબુડા ગામને ખીજડીયા ગામને જોડતો રસ્તો સદંતર બિસ્માર થઇ ગયો છે. માત્ર ત્રણ માસમાં જ રસ્તો તૂટી જતા ખેડુતએ કોન્ટ્રાક્ટર અને તંત્ર પર ગુસ્સો ઉતાર્યો છે. સતત રજૂઆત છતાં કોઈ પગલા ભરવામાં નહિ આવતા ખેડૂતો રોષે ભરાયા છે.

જામનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. આંતરિક માર્ગોની હાલત પણ ખસતા બની છે. આવા સમયે જામનગર નજીકના જાંબુડા ગામથી ખીજડીયા ગામને જોડતો રસ્તો ત્રણ માસમાં જ ધોવાઇ ગયો છે. પ્રથમ વરસાદમાં થોડી નુકસાની બાદ રજૂઆત કરવા ગયેલ ખેડૂતોને દાદ નહી મળતા ભારે વરસાદમાં રસ્તો સદંતર ધોવાઇ ગયો છે. જેને કારણે બંને ગામને જોડતો વાહન વ્યવહારને અસર પહોચી છે. ઉપરાંતન ખેડૂતોને ખેતરે પહોચવામાં પણ મુશ્કેલી થઈપડી છે. ખેડૂતોએ છેક મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહિ આવતા રોષ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here