બદલાવ : મોંઘીદાટ ખાનગી શાળાઓ છોડી વાલીઓ-વિદ્યાર્થીઓ વળ્યા સરકારી શાળાઓ તરફ, આ રહ્યા આંકડાઓ

0
620

જામનગર :  જિલ્લામાં હવે સરકારી શાળાઓ તરફનો વાલીઓ અને વિધ્યાર્થીઓનો જોક વધ્યો હોવાનું ફૂલગુલાબી ચિત્ર સામે આવ્યું છે. આ વર્ષે ખાનગી પ્રાથમિક શાળાઓ છોડી જિલ્લામાં ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૨૦૦ વિધ્યાર્થીઓ સરકારી શાળામાં જોડાયા હોવાની વિગતો સામે આવી છે.


એક સમય એવો હતો જ્યારે કોઈ વાલી પોતાના બાળકનો અભ્યાસ સરકારી શાળામાં કરાવે છે એવું કહેતા થોડો ખચકાટ અનુભવતા હતા. એક સમય એવો હતો જ્યારે મોટા ભાગના વાલીઓ પોતાનુ સંતાન ખાનગી શાળામાં અભ્યાસ કરે એવું ઇચ્છતા હતા. પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાતો ચાલ્યો છે. હવે વાલીઓની સાથે વિધ્યાર્થીઓ પણ ખાનગી શાળાઓની જાકમજોડ છોડી સરકારી શાળા તરફ વળ્યા છે. ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી અને ફી ની સામે લાયકાત વગરના શિક્ષકો હોવા છતા એક સમય એવો હતો જ્યારે ખાનગી શાળાઓ માં જ પોતાના બાળકને અભ્યાસ કરાવવો એક પ્રતિષ્ઠા ગણાતી હતી.

હવે ખાનગી શાળાઓ માંથી અભ્યાસ કરી કારકિર્દી બનાવનાર વાલીઓનો પ્રવાહ ફરી સરકારી શાળા તરફ વળ્યો છે. ચાલુ વર્ષના પ્રાથમિક શિક્ષણ તંત્રના સત્તાવાર આંકડા મુજબ ધો.૧ થી ૮ માં કુલ ૧૨૦૧ વિધ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે. જેમાં જામનગર તાલુકામાં ૭૦૨ વિધ્યાર્થીઓએ, ધ્રોલ તાલુકામાં ૪૩, જોડિયા તાલુકામાં ૯૮, કાલાવડ તાલુકામાં ૧૯૧, લાલપુર તાલુકામાં ૫૯ અને જામજોધપુર તાલુકામાં ૧૦૮ મળી કુલ ૧૨૦૧ વિધ્યાર્થીઓએ સરકારી શાળા પર પસંદગી ઉતારી છે.

સૌથી વધુ જામનગર તાલુકાના વિધ્યાર્થીઓએ સરકારી શાળા પસંદ કરી છે અને ધ્રોલ તાલુકામાં ૪૩ વિધ્યાર્થીઓ સરકારી શાળામાં જોડાયા છે જેમાં ધો૮ના એક પણ વિધ્યાર્થીનો સમાવેશ થતો નથી. વાલીઓ અને વિધ્યાર્થીઓમાં આવેલો બદલાવ આગામી સમયમાં વ્યાપારના આંકડા બની ચૂકેલ ખાનગી શાળાઓનો અસ્તકાળ હવે દૂર નથી તેમ ચોક્કસથી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here