જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાજકીય અગ્રણી અને રાજ્યના પૂર્વ મંત્રી જેશાભાઈ ગોરીયાનું આજે અવશાન થયું છે. લાંબા સમયની માંદગી બાદ આજે તેઓએ અંતિમ શ્વાસ ભર્યા છે. સ્વ. ગોરિયા રાજકીય ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે અનેક સંસ્થાઓ સાથે સક્રીય રીતે જોડાયેલ રહ્યા છે. કન્યા કેળવણી માટે તેઓએ બહુ જ ઉમદા કાર્ય કર્યું છે. સ્વ જેશાભાઈમાં રાજકારણના સંસ્કારોનું સિંચન લોહીથી વણાયેલ હતું. આહીર સમાજની સાથે અન્ય સમાજમાં પણ જેશાભાઈ સારી છાપ ધરાવતા હતા.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાજકારણમાં ગોરિયા પરિવારની ભૂમિકા અગ્રણી રહી છે. જેમ કલ્યાણપુર પંથકના રણજીતપુર ગામના ગોરિયા પરિવાર રાજકીય ઉપરાંત સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. મારખીભાઈ ગોરિયા (મારખીબાપા)એ રાજકીય ક્ષેત્રે જામનગર જીલ્લામાં ડંકો વગાડી અનેક વખત કિંગ મેકરની ભૂમિકા ભજવી હતી. આ મારખીબાપાનાં સંતાન એવા જેસાભાઈ ગોરિયાએ પણ પિતાની વારસાઈ સંભાળી આગળ ધપાવી રાજકીય દાવ લોહીમાં જ શીખી રાજકારણમાં જંપલાવ્યું હતું અને ખંભાલીયા વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાની સરકારમાં રાજ્ય મંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે પણ રહ્યા હતા.સ્વ જેશાભાઈએ શૈક્ષણિક ફિલ્ડ અને વ્યવસાયિક ક્ષેત્રમાં જંપલાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સ્વ. જેશાભાઈ ઘણા સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ રહેલ જેશાભાઈનું આજે મૃત્યુ નીપજ્યું હતું. સ્વ જેસાભાઈના મૃત્યુને લઈને આહીર સમાજમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.