દ્વારકાના અપંગ યુવાનની અમદાવાદમાં હત્યા, આવી છે દર્દનાક હત્યા

0
769

જામનગર : મૂળ દ્વારકાના યુવાનની અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. એક એપાર્ટમેન્ટમાં એકલા રહેતા યુવાનને હત્યારાઓએ બાંધીને સખ્ત માર મારી હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદમાં મેમનગર વિસ્તારની આ ઘટના છે. અહી ઠાકોરવાસમાં રહેતા મૂળ દ્વારકાના નીખીલ સૂર્યવંશી નામના અપંગ યુવાનનો મૃતદેહ તેના જ રહેણાંક ફ્લેટમાંથી અંત્યત કોહવાયેલ અને બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. બે દિવસથી રૂમ બંધ હોવાથી અને રૂમ માંથી દુર્ગંધ આવતી હોવાથી કોઈએ પોલીસને જાણ કરતા આ ઘટના સામે આવી હતી. અહી ભાડેથી સરિતા એપાર્ટમેન્ટમાં મૃતક એકલો જ રહેતો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે મૃતકનો કબજો સંભાળી અજાણ્યા સખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક સાથે અંગત સબંધ ધરાવનાર સખ્સોએ જ સખ્ત મારમારી બાંધીને હત્યા નીપજાવી હોવાની આશંકા દર્શાવી છે. પોલીસે મૃતકના મોબાઈલની કોલ ડીટેઈલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here