થપ્પડ કી ગુંજ પોલીસ દફતર સુધી, જિલ્લા પંચાયત સદસ્ય અને સરપંચ પતિની સામસામે ફરિયાદ

0
697

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા પંચાયતમાં રજૂઆત કરવા આવેલ સરપંચ પતિ અને જીલ્લા પંચાયતના સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન વચ્ચે થયેલ બબાલ અને ફડાકા પ્રકરણ આખરે પોલીસ દફતર પહોચ્યું છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે.

હાલ ચર્ચાનું કેન્દ્ર બનેલ સદસ્ય લગધીરસિંહ જાડેજા અને વિપુલ પટેલની તસવીર

જામનગર જીલ્લા પંચાયતમાં પાંચ દિવસ પૂર્વે રજૂઆત કરવા આવેલ ધ્રોલ તાલુકાના ખેંગારપર ગામનાગામના સરપંચ પતિ વિપુલભાઈ પટેલ અને જીલ્લા પંચાયતના સદસ્ય લગધીરસિંહ જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેને લઈને જીલ્લા પંચાયતમાં દોડધામ મચી ગઈ હતી. સરપંચ પતિના આક્ષેપ મુજબ ભાજપના નેતા લગધીરસિંહે બીભત્સ વાણી વિલાસ આચરી, ફડાકા જીકી, જીલ્લા પંચાયત પરિસર છોડી દેવાની ધમકી આપી હતી. સામે પક્ષે લગધીરસિંહે ફડાકાનો છેદ ઉડાવી ઉગ્ર બોલાચાલી થઇ હોવાનું જણાવ્યું હતું એ પણ અન્ય  સદસ્યોની હાજરીમાં આ ઘટના થઇ હોવાનું  તેઓએ કહ્યું હતું. પોતાના અપમાન અને અવહેલનાને લઈને વિપુલભાઈએ ભાજપના સદસ્ય સામે અને જીલ્લા પંચાયતના સદસ્યએ વિપુલ પટેલ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણ આખરે પોલીસ દફતર પહોચતા રાજકારણ ગરમાયું  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here