ખંભાલીયા : ચાલુ બસમાં મુસાફરનું ખિસ્સું કપાયું, આવી રીતે ઘટના ઘટી

0
709

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક ચાલુ બસમાં જ એક મુસાફરનું ખિસ્સું કપાઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. સામજિક પ્રસગે રાજકોટ ગયેલ મોટા માંઢા ગામના આસામી બસમાંથી ઉતરતા હતા ત્યારે કોઈ ગઠીયો કળા કરી ગયો  હતો અને રૂપિયા નવ હજારની રોકડ સેરવી ગયો હતો.

ખંભાલીયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા નટુભા બનેસિંહ જાડેજા બે દિવસ પૂર્વે સામાજિક કામ માટે રાજકોટ ગયા હતા. દરમિયાન તેઓ કામ પતાવી જામનગર આવ્યા હતા અને ત્યાંથી લોકલ બસમાં બેસી ખંભાલીયા તરફ રવાના થયા હતા. દરમિયાન આરાધના ધામ ખાતે બસમાંથી ઉતરતી વખતે ગીર્દીનો લાભ લઇ કોઈ સખ્સે આ આસામીના ખીસામાંથી રૂપિયા નવ હજારની  રોકડ રકમ સેરવી લીધી હતી. બસમાંથી ઉતરી ગયા બાદ આ ઘટના સામે આવી હતી. જેને લઈને નટુભાએ અજાણ્યા સખ્સ સામે વાડીનાર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here