બજેટ : અમલવારી થાય તો આ ત્રણ જાહેરાત જામનગર-દ્વારકા જીલ્લાની કાયાપલટ કરી નાખશે, જાણો કેવું છે પ્રાવધાન

0
311

જામનગર : દર વર્ષે જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે બજેટમાં પરોક્ષ રીતે લાભકારક યોજનાંઓની જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ આ વખતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા માટે સ્પેશીયલ બે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં સચાણા સીપ બ્રેકીંગ યાર્ડ અને દ્વારકામાં હેલીકોપ્ટર સેવાને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે જામનગરને નિયો મેટ્રો ટ્રેન સુવિધા વિકસાવવા પણ સરકારે જાહેરાત કરી છે. આ જાહેરાતોની અમલવારી થશે તો ચોક્કસ હાલારના વિકાસ એન્જીનમાં નવું આયામ ઉમેરાશે.

આ વખતે રાજ્ય સરકાર હાલાર પર મહેરબાન થઇ છે કારણ કે ગઈ કાલે નાના મંત્રી  નીતિન પટેલ દ્વારા ગૃહમાં રજુ કરવામાં આવેલ બજેટમાં સ્પષ્ટ થયું છે. નાણા પ્રધાને જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લા મહત્વપૂર્ણ કહી સકાય એવી ત્રણ જાહેરાતો કરી  છે, નાણા પ્રધાન પટેલે ગૃહમાં જાહેરાત કરી જણાવ્યું હતું કે આગામી સમયમાં જામનગર જિલ્લાના સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ધમધમતું કરવા માટે રૂપિયા ૨૫ લાખ ફાળવવામાં આવશે. જેને લઈને જીલ્લામાં રોજગારી વધુ તક નિર્માણ પામશે.

જયારે અન્ય  એક જાહેરાત મુજબ જામનગરને મેટ્રો નિઓની સુવિધા આપવાનું વચન આપવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનગર અને વડોદરા ની સાથે જામનગર માટે રૂા.50 કરોડની મેટ્રો રેલ જેવી જ મેટ્રો લાઈટ, મેટ્રો નિઓ સેવા શરૂ કરવાની પટેલે જાહેરાત કરી છે. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મહત્વપૂર્ણ એવા ચારધામ પૈકીના એક દ્વારકા ધામમાં દેશ વિદેશથી આવતા દર્શનાર્થીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા પણ નક્કી કરવામાં આવ્યું છે. જો આ ત્રણેય જાહેરાત ગ્રાઉન્ડ ઝીરો પર અમલ થઈ સેવામાં જોડાય જાય તો હાલારની વિકાસ ટ્રેન વધુ ગતી પકડશે એમ શંકાને સ્થાન નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here