જામનગર : નારણપર સીમ વિસ્તારમાં બે યુવા હૈયાઓએ સજોડે આપઘાત કર્યો ? ચકચાર

0
760

જામનગર : જામનગર નજીક નારણપર ગામની સીમમાં દરેડની યુવતી અને પીપરટોળા ગામના યુવાનના જુદા જુદા ઝાડમાં ગળાફાસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. ગઈ કાલથી બંને ગુમ હોવાનું જાણવા મળ્યું છે. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો કે કેમ ? કેવા સંજોગોમાં આ પગલું ભર્યું છે વગેરે વિગતો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર નજીકના નારણપર ગામે  સીમ વિસ્તારમાં બનેલ બનાવની વિગત મુજબ, આજે સવારે સીમમાં આવેલ નર્સરી પાસેના વિસ્તારમાં બે અલગ અલગ ઝાડ પર ગળાફાસો ખાઈ લટકતા યુવાન અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે કોઈએ જાણ કરતા પંચકોશી બી ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે સ્થળ પંચનામું કરી બંનેના મૃતદેહ કબજે કર્યા હતા. દરમિયાન બંનેની ઓળખ સામે આવી હતી જેમાં યુવાન લાલપુર તાલુકાના પીપરટોળા ગામનો હોવાનું અને તેનું નામ સંજય પઢિયાર તેમજ યુવતી જામનગર નજીકના દરેડ ગામની હોવાનું અને તેનું નામ ક્રિશ્ના ખરા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંનેના પરિવારજનોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો કે કેમ ? તેમજ બનાવ આપઘાતનો છે કે અન્ય કોઈ કારણ છે તેનો તાગ મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here