જામનગર : કોરોના વકર્યો, રાજ્ય મંત્રી સહિત સમગ્ર પરિવાર ઝપેટમાં, આવું છે જીલ્લાનું અંતિમ ચિત્ર

0
630

જામનગર : જામનગરમાં ચૂંટણી પત્યા બાદ કોરોનાનો ફિગર સડસડાટ આગળ વધી રહ્યો છે. સિંગલ ડીજીટમાં પહોચી  ગયેલ દર્દીઓની સંખ્યા સડસડાટ ડબલ ડીજીટે પહોચી ગઈ છે. આજ રફતાર આગળ વધતા પૂર્વ રાજય મંત્રી વશુબેન ત્રિવેદી અને તેના પતી અને પુત્ર અને પુત્ર વધુ કોરોનાનો શિકાર બન્યા છે.

જામનગરમાં કોરોનાનો ગ્રાફ ધીરે ધીરે ફરી ઊંચકાઈ જતા ફરી ચિંતાનું મોજું સવાર થયું છે. ગઈ કાલે શહેર જીલ્લામાં નોંધાયેલ ૧૭ દર્દીઓ બાદ પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, તેમના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદી, પુત્ર દક્ષ અને તેમના પત્નીનો રીપોર્ટ પણ પોજીટીવ આવ્યો છે. પૂર્વ મંત્રી અને તેના પરિવારને જીજી હોસ્પીટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બીજી તરફ જામનગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક ના સમયગાળા દરમિયાન કોરોના ના કારણે એક પણ દર્દી નું મૃત્યુ થયું ન હોવાથી કુલ મૃત્યુ નો કુલ આંક ૧૦૫૭ નો યથાવત રહ્યો છે. જ્યારે જામનગર  શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૯ પોઝેટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭,૯૪૧ નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં ૦૩ કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો ૨,૪૧૦ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કુલ ૧૦,૩૫૧ લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર શહેરના ૦૫ દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના પણ ૦૨ દર્દીને રજા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here