જામનગર : ભાઈના વિજય સરઘસમાં ભાગ લઇ પરત ફરતા બહેન પર કુદરત રુઠી ગયો, શું બન્યું ? વાંચો

0
526

જામનગર અપડેટ્સ : જામનગર નજીક લાલપુર-સમાણા રોડ પર બે દિવસ પૂર્વે થયેલ અકસ્માતમાં પતી અને બે પુત્રીઓની નજર સામે જ માતાનું મૃત્યુ નીપજ્યું છે. પીપળી ગામે રહેતા ભાઈ ચૂંટણીમાં વિજેતા બનતા મૃતક બહેન તેના પરિવાર સાથે પીપળી ગામે વિજય સરઘસમાં ભાગ લઇ પરત કારમાં બેસી પરત ગામડે જતા હતા ત્યારે સર્જાયેલ અકસ્માતને  લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામના એક પરિવારમાં શોકનું મોજુ ફરી  વળ્યું છે. આ ઘટનાની વિગત મુજબ, નાથાભાઈ રૂપાભાઈ વાઘેલા પોતાની જીજે ૧૦ ડીઈ ૧૭૦૦ નંબરની કાર લઇ મોટી વેરાવળ ગામના પાટિયાથી સમાણા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગફલતભરી રીતે કાર ચલાવતા કાર રોડ નજીકના સિમેન્ટના પોલ સાથે અથડાઈ ગઈ હતી અને રોડ નીચે ઉતરી ગઈ હતી જેમાં કાર ચાલક એવા નાથાભાઈ તથા તેના પત્ની પુષ્પાબેન અને પાછળ બેઠેલ બંને પુત્રીઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી. દરમિયાન જામનગર ખસેડાયેલ માતા-પિતા અને બંને પુત્રીઓને સારવાર આપવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પૂર્વે જ બેસુધ્ધ થઇ ગયેલ પુષ્પાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

નાથાભાઈના પીપળી ગામે રહેતા ભાઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનયા હતા. જેને લઈને નાથાભાઈએ પત્ની અને બંને પુત્રીઓ સાથે પીપળી ગામે યોજાયેલ વિજય સરઘસમાં સહભાગી થયા હતા. દરમિયાન પરત ફરતી વખતે તેઓની કાર અકસ્માતગ્રસ્ત બની હતી. ભાઈના વિજય સરઘસમાં ઓવારણા લઇ પરત ફરતા બહેનનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here