બ્રેકઅપ : યુવતીએ સબંધ તોડી નાખ્યો ને પ્રેમીએ બદનામ કરવા આવું કર્યું

0
792

જામનગર અપડેટ્સ : ઘટના છે અમદાવાદની, જે સાયબર ક્રાઈમમાં ફરિયાદરૂપે દાખલ થઇ છે. પૂર્વ અમદાવાદમાં એક યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા પ્રેમીએ યુવતીના ન્યુડ ફોટા વાયરલ કરી દેતા મુશ્કેલીમાં મુકાયેલ પરિવાર પોલીસની મદદ લીધી છે. આ કિસ્સો સભ્ય સમાજ માટે લાલબતીરૂપ છે.

આ  ઘટના ઘટી છે શહેરની અમદાવાદમાં એક જ્વેલરી સોપમાં નોકરી કરતી મહિલા અને તેની ૧૯ વર્ષીય પુત્રી સાથે, પોતાના પતી સાથે વિક્ષેપ પડતા તેણીની બંને પુત્રીઓ સાથે તેના માતાના ઘરે અલગથી રહી ખાનગી નોકરી શરુ કરી હતી. આ મહિલાની ૧૯ વર્ષીય પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. ગયા મહીને યુવતીના માસાએ મહિલાનો સંપર્ક કર્યો હતો અને ટેલીગ્રામમાં એક એપ્લીકેશન પર તેણીની પુત્રીના ન્યુડ ફોટા મુકવામાં આવ્યા હોવાની વાત કરી હતી જેને લઈને મહિલાએ તે ફોટા મંગાવ્યા હતા. પોતાની પુત્રીના ન્યુડ ફોટા જોઈ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબતે પુત્રીને બોલાવી પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. એકાદ વર્ષ પૂર્વે તેણીને નરેન્દ્ર પટેલ નામના યુવક સાથે મિત્રતા બંધાઈ હતી ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો જે બેડરૂમ સુધી પહોચી ગયો હતો. સમયજતા બંને વચ્ચે અનસન થતા યુવતીએ સબંધ વીખી નાખ્યો હતો. જેને લઈને સખ્સે બંનેની અંગત પળોમાંથી યુવતીના ન્યુડ ફોટા વાયરલ કરી દીધા હતા. આ બાબતની ગંભીરતાને લઈને યુવતીએ તેની માતા સાથે સાયબર ક્રાઈમ પોલીસની મદદ લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here