કાલાવડ : આ ગામના યુવાન અને યુવતી એક સાથે ગુમ થયા

0
938

જામનગર અપડેટ્સ : કાલાવડ તાલુકાના અરલા ગામે રહેતા એક પરિવારની 18 વર્ષીય યુવતિ ઘરેથી ગુમ થઇ ગયાની પોલીસ દફતરે ગુમ નોંધ લખાવવામાં આવી છે. આ યુવતિ ગુમ થયાના દિવસે જ પાડોશમાં રહેતો અન્ય એક યુવાન પણ ગુમ થયો હોવાથી બન્ને સાથે જ ઘરેથી ભાગી ગયા હોવાની પોલીસે શંકા દર્શાવી છે.

કાલાવડ તાલુકાના અરલા ગામે રહેતા હુસેનભાઇ વીરપરીયાની પુત્ર સલમા (ઉ.વ.18) વાળી ગત તા.10મીના રોજ સવારના પરિવારના સભ્યોને કહ્યા વગર કયાંક ચાલી ગઇ હતી. તેણીના મોબાઇલ નંબર પર ફોન કરતા તેણીનો મોબાઇલ ફોન બંધ આવેલ તથા આડોશ પાડોશ સગા-સંબંધીઓમાં તપાસ કરતા તેણીની મળી ન આવી હતી. દરમિયાન ગુમ થયેલ તેણીની બાજુ રહેતો ઇમરાન નુરભાઇ આમદાણી નામનો શખ્સ કયાંક ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે. તેણીના પરિવારના સભ્યોએ તેણીના ઘર સુધી તપાસ કરતા તે યુવાન પણ ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. યુવાન અને યુવતિ સાથે ચાલ્યા ગયાની શંકા દર્શાવી પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here