ચકચાર : નૌ સેના મથક પાસેથી આ સખ્સ બંદુક સાથે પકડાયો

0
595

જામનગર અપડેટ્સ : જામનગર નજીક રોઝી બંદર પાસેથી પેટ્રોલીંગ દરમિયાન બેડી મરીન પોલીસે એક શખ્સને છરાવાળી ગન સાથે આંતરી લીધો હતો. પોલીસે આ શખ્સની સામે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આનંદ સોસાયટીમાં બાપા સિતારામ ચોક નજીક રહેતો ધવલ ચંદુભાઇ ઠાકર નામનો શખ્સ ગન સાથે રોઝી બંદર આસપાસ આંટાફેરા કરતો હોવાની બેડી મરીન પોલીસ સ્ટાફને ચોકકસ હકિકત મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. બેડી મરીન પોલીસે તાત્કાલીક રોઝી બંદર પહોંચી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં શખ્સને આંતરી લીધો હતો. આ શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી એક છરાવાળી ગન મળી આવી હતી. પોલીસે રૂા.500ની કિંમતના છરા અને બંદુક કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. આ ગનના લાયસન્સ કે આધાર નહીં મળતા પોલીસે આરોપી ધવલ ઠાકર સામે આર્મ્સ એકટ 25 એકટ મુજબ તેમજ સેકશન 6ની પેટા કલમ 2બી તથા આઇપીસી કલમ 269, 270, 181 અને ડીજાસ્ટાર મેનેજમેન્ટ એકટ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. આ ગન કયાંથી લઇ આવ્યો છે અને કેટલા સમયથી તેની પાસે છે અને તેનો કયાં કયાં ઉપયોગ કર્યો છે એ સહિતની માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here