જામનગર : જિલ્લા જેલમાં કેદીએ જેલ સહાયક સામે બાયો ચડાવી પછી શું થયું ? જાણો

0
694

જામનગર અપડેટ્સ : વારેવારે વિવાદમાં રહેતી જામનગર જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે. ગઇકાલે સાંજે જિલ્લા જેલમાં એક કેદીએ જેલ સહાયક કેદી હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. પોતાનું બેરેક છોડીને અન્ય બેરેકમાં ગયેલા કેદીને પોતાના યાર્ડમાં ચાલ્યા જવાનું કહેતા કેદી ઉશ્કેરાય ગયો હતો અને હુમલો કરી દીધો હોવાનું સામે આવ્યું છે.

કેદીઓ કેદીઓ વચ્ચેની મારામારી હોય કે પછી કેદીઓને જેલ પ્રશાસન વચ્ચે વિવાદ હોય કે પછી જિલ્લા જેલમાંથી મળી આવેલ પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ હોય આ તમામ બાબતે જિલ્લા જેલ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યુ છે. ત્યારે વધુ એક વખત જિલ્લા જેલ સમાચારનો એક ભાગ બની ગઇ છે. સીટી એ ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગઇકાલે સવારે 11 વાગ્યે કાચા કામના કેદી તરીકે જેલમાં રહેલા શની સામજી મકવાણા સામે જેલ સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યાર્ડ નં.4માંથી કાચા કામના કેદી શની સામજી મકવાણા પોતાનું યાર્ડ છોડી નજીર ઉર્ફે ગંઢા બાપુ સફીમીયા યાર્ડ નં.6માં ગયા હતાં. જ્યાં કાચા કામના કેદી તરીકે રહેલા અન્ય આરોપી હિતેશ નરશીભાઇ બાંભણીયા સાથે ઝગડો કર્યો હતો. જેની જાણ થતાં જેલ સહાયકે નજીરને યાર્ડ નં.6માંથી યાર્ડ નં.4માં મોકલી આપ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓને પણ પોત પોતાના યાર્ડમાં જવાનું કહ્યું હતું. જેમાં આરોપી શની મકવાણાને પણ યાર્ડ નં.6માંથી પોતાના યાર્ડ નં.5માં જવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને જેલ સહાયક સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગારી કરી હતી. ત્યારબાદ આરોપીએ જેલ સહાયક સાથે ઝપાઝપી કરી પેન્ટના પાછળના ભાગનું પટન તોડી નાખ્યું હતું. અને ધક્કો મારી દીધો હતો. જેને લઇને જેલ સહાયક દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસ.પી. સોઢા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here