જામનગર : ૧૯૯૯માં હત્યા કરી, આજીવન કેદની સજા, ૧૮ વર્ષથી જેલમાં, છતાં આવું કર્યું કેદીએ, કોણ છે આરોપી ?

0
2955

જામનગર અપડેટ્સ : મૂળ જામનગરના અને હાલ વડોદરા જેલમાં આજીવન જેલવાસ ભોગવી રહેલા એક કેદીને તાજેતરમાં આપવામાં આવેલ ૨૧ દિવસની  પેરોલ રજા તંત્ર માટે કવાયત સાબિત થઇ છે. પેરોલ પૂર્ણ થઇ જવા છતાં કેદી હાજર નહી થતા જામનગરના પોલીસ દફતરમાં આરોપી  સામે ફરિયાદ નોંધાવાઈ છે. વર્ષ ૧૯૯૯ના હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપીને જામનગર કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. ૧૮ વર્ષથી  જેલવાસ ભોગવી રહેલ આરોપીને તાજેતરમાં પેરોલ આપવામાં આવ્યા હતા.

જામનગરના મોરકંડા રોડ પર રહેતા સબ્બીરમિયા અઝીઝમિયા સૈયદ નામના સખ્સએ ઇસ ૧૯૯૯માં ખંભાળિયામાં એક હત્યાની ગંભીર વારદાતને અંજામ આપ્યો હતો. જે તે સમયે ખંભાળિયા પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી જેલમાં ધકેલી દીધો હતો ત્યારબાદ વર્ષ ૨૦૦૩માં જામનગર સેસન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. જામનગર જેલમાં રહેલ કાચા કામના કેદીને સજા પડી જતા વડોદરા જેલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા ૧૮ વર્ષથી  આ કેડી સજા ભોગવી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં આ કેદી દ્વારા હાઈકોર્ટ દ્વારા કેદીને ૨૧ દિવસના પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તા. ૧૨/૪/૨૦૨૧ના રોજ જેલમાંથી છુટેલ આ કેદીના તા. ૨/૫/૨૦૨૧ના રોજ વડોદરા જેલ હાજર થવાનું હતું. પરંતુ આ સખ્સે પેરોલ ઝંપ કરી હાજર ન થયો હતો. જેથી વડોદરા જેલના જેલર ગોહિલએ જામનગરની સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. કેદી સૈયદની પત્ની પોરબંદર રહેતી હોવાની વિગતો ધ્યાને આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here