જામનગર : કોરોનાની બીજી લહેર એક્ઝીટ, ૨૪ કલાકમાં માત્ર ૧૫ દર્દીઓ નોંધાયા

0
997

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી થયા છે.અને કોરોના મરણ પથારીએથી સમાપ્તિ તરફ જઇ રહ્યો છે. સમગ્ર જીલ્લામાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતો જાય છે, અને આજે જામનગર જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ૨૦ની અંદર નોંધાયા છે. મૃત્યુનો દર આજે સિંગલ ડિજિટમાં સૌથી નીચે રહ્યો છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરકારી  જી.જી.હોસ્પિટલમાં કુલ ૦૪ દર્દીઓના મૃત્યુ થયા છે.

 કોરોના ના કેસ મામલે  વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓનો આંકડો છેલ્લા એક સપ્તાહ થી માત્ર ડબલ ડિઝીટમાં અને તેમાંય આજે ૨૦ ની અંદર આવી ગયો છે. ઉપરાંત દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા ૩ ગણી થઈ છે. છેલ્લા ૨૪ કલાક માં જામનગર શહેરના ૧૫ અને ગ્રામ્યના ૦૪ સહિત ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૪૨ અને ગ્રામ્યના ૧૧ મળી ૫૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ  ખુબજ ઘટતો જોવા મળી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે એક સપ્તાહ થી રાહત જોવા મળી છે. સમગ્ર જીલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૯૯ લાખથી વધુ કોરોના  ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં માત્ર ૦૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૫૩૫ નો થયો છે.  ઉપરાંત કોરોના ના કેસો માં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે,અને ડબલ ડીઝીટ માં તેમજ ૨૦ ની અંદર આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૨,૧૧૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૦૪ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૩૮૭ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૫,૭૧૬ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર સિંગલ ડીઝીટ નો થયો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૫૩૫ થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૪૨ અને ગ્રામ્યના ૧૧ મળી ૫૩ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here