Big Breaking : જયેશ પટેલે બિલ્ડર પ્રફુલ પોપટ પાસેથી ચાર કરોડની ખંડણી વસુલી

0
1320

જામનગર અપડેટ્સ : જામનગરના પ્રથમ નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળની ફરિયાદ બાદ અગ્યાર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.  આ અગ્યાર પૈકી વકીલ માનસતા સહીત ત્રણ આરોપીઓએ જેલ મુક્ત થવા જામીન અરજી મૂકી છે. આ અરજી પર રાજકોટની સ્પેશીયલ કોર્ટ આજે ચુકાદો આપી ત્રણેયની જામીન અરજી રદ કરી છે.

જામનગરના કુખ્યાત જયેશ પટેલના ગુન્હાહિત સામ્રાજ્યને ઉખાડી ફેકવા માટે પોલીસે સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરી જયેશ સહિતના ૧૪ સખ્સો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી ફરિયાદ નોંધી છે. આ કાયદા હેઠળ પોલીસે આજ દિવસ સુધીમાં અગ્યાર આરોપીઓની ધરપકડ કરી રાજ્યભરની જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જયેશ પટેલના વ્હાઈટ કોલર સાગરીતોમાં બિલ્ડર નીલેશ ટોલીયા, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, ભાજપના નગરસેવક અતુલ ભંડેરી, બિલ્ડર મુકેશ અભંગી, જશપાલસિંહ જાડેજા, યશપાલસિંહ  જાડેજા સહિતના અગ્યાર આરોપીઓની ધરપકડ કરી,રિમાન્ડ મેળવી, પૂછપરછ કરી જેલ હવાલે કર્યા છે. જયારે જયેશ સહીત ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. દરમિયાન આ પ્રકરણમાં આરોપી તરીકે રહેલા વકીલ વી એલ માનસતા, બિલ્ડર પ્રફુલ પોપટ અને વિદેશી કરન્સી એક્ષચેન્જની પેઢી ધરાવતા જીગર ઉર્ફે જીમ્મી  આડતિયાએ જામીન પર છૂટવા સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે પ્રફુલ પોપટ અને જીગર ઉર્ફે જીમ્મીના વકીલ વી એચ કનારા તેમજ માનસતાના વકીલ તુષાર ગોકાણીએ દલીલો કરી હતી. જો કે આ લખાય છે ત્યાંરે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી નથી. તહોમતદાર પ્રફુલ પોપટના વકીલ વી એચ કનારાએ એવી દલીલ કરી છે કે, રાજયમાં મિલકત અને પૈસા પડાવી લેનાર સિન્ડિકેટ ક્રાઇમના આરોપીઓ સામે ગુજસીટોક કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે આરોપી તરીકે રહેલ અસીલ પોપટ ખુદ મુખ્ય આરોપી જયેશ  પટેલનો ભોગ બન્યા છે. પોતાના ભાઈ- પરિવારને પતાવી દેવાની ધમકી આપી જયેશની ટોળકીએ પ્રફુલ પાસેથી ચાર કરોડની ખંડણી વસુલ કરી છે. ત્યારે ખુદ પોપટ જયેશથી પીડિત છે, પ્રફૂલે જયેશથી ડરી ફરિયાદ ન કરી, જેથી જામીન આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. જયારે વકીલ માનસતાના વકીલ કમલેશ શાહે પણ દલીલો કરી માનસાતા વકીલ તરીકેની કાયદેસરની ભૂમિકા ભજવી છે એમ કહી જયેશના ગુન્હાહિત કારનામાંમાં ક્યાય હાથ ન હોવાનું કારણ રજુ કર્યું છે. જયારે જીમ્મી તરફ વકીલ તુષાર ગોકાણીએ દલીલ કરી અસીલ ખુદ કાયદેસરનો મની એક્ષચેન્જનો પરવાનો  ધરાવે છે. આરોપી જયેશ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સબંધ ન હોવાનાં દાવા સાથે જામીન આપવા દલીલો કરી હતી. આ દલીલોની બાદ અદાલતે કોઈ રાહત ન આપી ત્રણેય આરોપીઓની જમીન અરજી રદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here