Vedio :…ને જોત જોતામાં વૃદ્ધ ખેડૂતના અઢી લાખ રૂપિયાની થઈ ગઈ ચીલઝડપ,જુઓ સીસીટીવી

0
1095

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે બેંક માંથી પૈસા લઇ પરત ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં પાછળથી આવેલ બે સખ્સોએ ચાલાકી પૂર્વક વૃદ્ધના રૂપિયા  ૨.૬૦ લાખની ચીલઝડપ કરી ચાલતી પકડી છે. પોલીસે ઘટનાનાના સીસી ટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

જીલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, આજે સવારે તાલુકાના સણખલા ગામે રહેતા એક વૃદ્ધ ભાણવડ ખાતેની બેંકમાંથી રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા. ભાણવડ આવી રણજીતપરા વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની બ્રાંચમાંથી વૃદ્ધ રૂપિયા ૨,૬૦,૦૦૦ ઉપાડી પરત રવાના થયા હતા. જો કે વૃદ્ધના આ વ્યવહાર અંગેની તમામ હલચલ પર બે સખ્સો પ્રથમથી જ નજર રાખીને બેઠા હતા. જેવા વૃદ્ધ બેંક બહાર નીકળ્યા કે બંને સખ્સો તેની પાછળ પાછળ ચાલ્યા હતા. દરમિયાન મોકો મળતા જ બંને સખ્સોએ વૃદ્ધ પાસેથી ચાલાકી પૂર્વક રૂપિયા ભરેલ થેલી આંચકી લઇ ચીલઝડપ કરી નાશી ગયા હતા. બંને સખ્સો નાશી ગયા બાદ વૃદ્ધને રાડારાડી કરી હતી. જો કે બંને આરોપીઓએ સ્થળ પરથી પોબારા ભણી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને બેંક તથા બજારની દુકાનોના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. જેમાં બંને સખ્સોની હિલચાલ સામે આવી હતી. પોલીસે બંને સખ્સોની ભાલ મેળવવા નાકાબાંધી કરી બંનેને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.

ભાણવડ : બેન્કમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા વૃદ્ધ બેલડીનો શિકાર, અઢી લાખની ચીલઝડપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here