ભાણવડ : જે બસમાં નોકરી હતી તે બસના અકસ્માતમાં જ કંડકટરનું મોત, કમકમાટી

0
348

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ નજીક સર્જાયેલ અકસ્માતમાં એસટી બસના કંડકકટરનું મૃત્યુ નીપજ્યું છે. પુલ પાસે ગોલાઈ પરથી રોડ નીચે ઉતરી જતા સર્જાયેલ અકસ્માતમાં બસમાં સવાર અન્ય પેસેન્જરોને પણ ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જે બસનો અકસ્માત થયો તે બસનો ફાઈલ ફોટો

ભાણવડ તાલુકા મથકથી ૧૧ કિમી દુર આવેલ વેરાડ ગામ પાસે આવેલ પુલ પાસેની ગોલાઈએ પસાર થતી ગાંધીનગર – જામજોધપુર રૂટની જી.જે.૧૮-જેડ.૫૮૯૫ નંબરની બસ એકાએક રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

ગત રવિવાર સવારે છ્યેક વાગ્યે સર્જાયેલ આ ઘટનામાં બસમાં સવાર પેસેન્જરોને ઈજાઓ પહોચી હતી. જયારે કંડકટર હમીરભાઇ મેપાભાઇ વરૂ જાતે.આહીર ઉ.વ.૫૦ ધંધો.એસ.ટી.બસમા કંન્ડક્ટર રહે. જામજોધપુર એસ.ટી.બસ્ટનની પાછળ તા.જામજોધપુર વાળાને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાણવડ પોલીસે એસટી બસના ચાલક ડ્રાઇવર ચદુલાલ સોલંકી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here