સનસનાટી : ખંભાલીયાના ‘નગ્ન રન’ પ્રકરણના આરોપીએ કરી આત્મહત્યા, કારણ છે…

0
3863

જામનગર અપડેટ્સ : જામ ખંભાલીયામાં છ માસ પૂર્વે નગ્ન રન પ્રકરણને લઈને પોલીસની પ્રતિષ્ઠા ધૂળ ધાણી થઇ હતી. આ પ્રકરણના મુખ્ય આરોપીએ આપઘાત કરી લેતો હોવાનો વિડીઓ વાયરલ કરી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયામાં છએક માસ પૂર્વે એક યુવાનને બે સખ્સોએ નગ્ન કરી ભરી બજારમાં ફેરવી પોલીસ હવાલે કરતા સનસનાટી મચી જવા પામી હતી. ખંભાલીયામાં રહેતા ચંદુ રુડાચ નામના યુવાનને ભારા ગઢવી અને તેના ભાઈ નગ્ન કરી ખંભાલીયા પોલીસ સ્ટેશન સુધી લઇ ગયા હતા. દિન દહાડે બનેલ બનાવને લઈને આ ઘટના રાજ્યભરમાં ચકચારી બની હતી. પોલીસે બંને આરોપીઓ સહિતના સખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી, પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઘટનામાં બેદરકાર રહેલ એક પીએસઆઈ સહીત બાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

દરમિયાન આજે આ પ્રકરણમાં આરોપી રહેલ ભારા જોધા ભોજાણીએ પોતે જાતે વિડીઓ ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં નગ્ન પ્રકરણમાં જે સખ્સ મુખ્ય નગ્નતામાં હતો તે ચંદુ રુડાચ અને તેની પત્ની અને તેના બા સહિતના સખ્સોએ રૂપિયા દોઢ કરોડની રકમ માંગી સતત ધાકધમકી આપતા હોવાની વાત કરી છે અને પોતે આપઘાત કરી રહ્યો છે એમ અંતે કરી પોલીસને અરજી કરે છે કે ચંદુ સહિતનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી છે. જાણવા મળતી વિગત મુજબ ભારાભાઇએ પોરબંદરની કોઈ હોટેલમાં આપઘાત કર્યો છે. હાલ તેના પરિવાર અને દ્વારકા પોલીસ પોરબંદર પહોચતી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here