બેટ દ્વારકા : પત્નીનો મૃતદેહ દાટી પતિએ શા માટે ઉપર અગરબતી કરી ? સામે આવ્યું આવું કારણ

0
712

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં પતિએ જ પત્નીની ઘરમાં હત્યા નીપજાવી ઘરમાં જ દાટી દીધા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી, આરોપી પતિને દબોચી લીધો છે. આરોપીની વારદાતના પગલે ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. દંપતી વચ્ચે વારે વારે થતા ઝઘડાથી તંગ આવી પતિએ વારદાતને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઓખા મંડળના બેટ દ્વારકાથી સનસનાટી સાથે ચકચારી ઘટના સામે આવી છે. જેની વિગતો મુજબ, બેટ દ્વારકા રહી મજુરી કામ કરતા સાલેમામદ સીદીક ચમડિયા નામના સખ્સે પોતાની પત્ની સાથે ઝઘડો કરી, આવેગમાં આવી જઈ નિર્મમ હત્યા નીપજાવી હતી. ત્યારબાદ આ ઘટના પરથી પરદો પાડી દેવા આ સખ્સે ઘરમાં જ ખાડો ખોદી તેણીના મૃતદેહને દાટી દઈ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને અંજામ આપી આરોપી પતિ નાશી ગયો હતો. આ બનાવ ગઈ કાલે બપોર બાદ સામે આવ્યો હતો, મૃતકના પિયર પક્ષ દ્વારા તપાસ કરવામાં આવતા તેના ઘરમાં ખાડો ખોદી પરત બુરી દેવાયેલ નજરે પડ્યો હતો અને તેની આસપાસ અગરબતીઓ પ્રગટાવી દેવામાં આવી હતી. કઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર ઘટના સામે આવી હતી.

આરોપી પતિ સાલેમામદ ચમડિયા

એલસીબીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. મજુરી કામ કરતા સખ્સ અને તેની પત્ની હવાબેન ચમડિયા વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતા હતા. આ ઝઘડાઓને લઈને પત્નીની હત્યા નીપજાવી હોવાનું પતિએ કબુલ્યું હતું. લાસને દાટી દીધા બાદ દુર્ગંધ ન આવે તે માટે અગરબતી પ્રગટાવી નાશી ગયાની આરોપીએ એલસીબી પીઆઈ જે એમ ચાવડા સમક્ષ કબુલાત કરી હતી. બે દીકરા અને એક પુત્રી એમ ત્રણ સંતાન ધરાવતા આરોપીએ પત્નીની હત્યા નીપજાવતા ત્રણેય સંતાનોએ માતાની હુંફ ગુમાવી દીધી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here