બેટ દ્વારકા : પતિએ ઘરમાં ખેલ્યો ખૂની ખેલ, હત્યા નીપજાવી પત્નીને દાટી દીધી

0
625

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં ગત અંધારી રાત્રે કે ઘરમાં ખેલાયેલ ખૂની ખેલમાં પત્નીનો ભોગ લેવાયો છે. એક પતિને પત્નીની હત્યા નીપજાવી મૃતદેહને ઘરમાં જ દાટી દઈ નાશી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. ગૃહ કંકાસના કારણે આ બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે.

ઓખા મંડળના બેટ દ્વારકાથી સનસનાટી સાથે ચકચારી ઘટના સામે આવી છે. જેની વિગતો મુજબ, બેટ દ્વારકા રહી મજુરી કામ કરતા સાલેમામદ સીદીક ચમડિયા નામના સખ્સે પોતાની પત્ની સાથે ઝઘડો કરી, આવેગમાં આવી જઈ નિર્મમ હત્યા નીપજાવી હતી. ત્યારબાદ આ ઘટના પરથી પરદો પાડી દેવા આ સખ્સે ઘરમાં જ ખાડો ખોદી તેણીના મૃતદેહને દાટી દઈ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને અંજામ આપી આરોપી પતિ નાશી ગયો હતો. આ બનાવ આજે બપોર બાદ સામે આવ્યો હતો, પત્ની હવાબેન ચમડિયા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું અને પતિએ આવેશમાં આવી તેણીની કોઈ પણ રીતે હત્યા નીપજાવી હોવાનું પોલીસે જણાવ્યુ છે. આ બનાવના પગલે પોલીસે સ્થળ પર પહોચી તેણીના દેહને બહાર કાઢી, પીએમ વિધિ કરવા તરફ અને એફઆરઆઈ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ઓખા મંડળમાં ભારે સનસનાટી ફેલાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here