પબુભા પ્રકરણ : જામનગર આહીર સમાજ દ્વારા તૈયાર કરાયો આ એજન્ડા

0
1593

જામનગર : ગુરુવારે સંત શિરોમણી મોરારી બાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલા હુમલા પ્રયાસના બનાવ બાદ રાજ્યભરમાં ભાજપના આ નેતા સામે વિરોધનો વંટોળ શરુ થયો છે. અન્ય સમાજોની સાથે આજે જામનગર આહીર સમાજ પણ મેદાને આવ્યો છે.  આજે જામનગર ખાતે સમાજના આગેવાનોએ મીટીંગ યોજી પૂર્વ ધારાસભ્યના આ કૃત્યને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું છે. આશરા ધર્મ માટે સમાજમાં ઓળખાતા આહિર સમાજના આમંત્રણને માન આપી મોરારી બાપુ તાજેતરના વિવાદનો અંત લાવવા માટે દ્વારકા આવ્યા હતા. આ વિવાદનો અંત આવી ગયા બાદ પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર કરવામાં આવેલ હુમલાના પ્રયાસને સમાજ પર હુમલો થયો હોવાનો ભાવ મીટીંગમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. પબુભા પ્રકરનાથી સમગ્ર આહીર સમાજની લાગણી દુભાણી હોવાનો ભાવ સમગ્ર આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. આ મીટીંગમાં ત્રણ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે, પ્રથમ મુદ્દામાં આહીર સમાજ નજીકના સમયમાં જ પૂર્વ ધારાસભ્ય સામે ફરિયાદ કરવા માટે કાનૂની મદદ માંગશે, આ ઉપરાંત આવતીકાલે શનિવારે કલેકટરને આવેદન પત્ર પાઠવશે. અન્ય ત્રીજો મહત્વનો નિર્ણય એ કરવામાં આવ્યો કે જામનગર આહીર સમાજ રાજ્યભરના સમગ્ર આહીર સમાજને સાથે રાખી આ મુદ્દે રાજ્યના મુખ્ય મંત્રીને રજૂઆત કરશે. આહીર સમાજના પ્રમુખ કરશનભાઈ કરમુરની આગેવાનીમાં યોજાયેલી મીટીંગમાં સમાજના વડીલો ભીખુભાઈ વારોતરીયા, મુળુભાઈ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ સહીત સંગઠનની યુવા પાંખ હાજર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here