જામનગરના તમામ ધારાસભ્યોએ કર્યું મતદાન, બીટીપીએ સર્જી રસાકસી

0
722

ગાંધીનગર : રાજ્યસભાની ચાર બેઠકો માટે આજે ગાંધીનગર ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે સવારે નિયત સમયે જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, વિધાનસભાના કુલ ૧૭૨ ધારાસભ્યો આ મતદાન માટે લાયક છે. જેમાં ભાજપના ૧૦૩ ધારાસભ્યોએ અને કોંગ્રેસના ૫૫ ધારાસભ્યો અને એક એનસીપીઅને એક અપક્ષ સહિત કુલ ૧૬૦ ધારાસભ્યોએ બે વાગ્યા સુધીમાં મતદાન કર્યું છે. જેમાં જામનગર જીલ્લાના ભાજપના આરસી ફળદુ, ધર્મેન્દ્રસિંહ  જાડેજા, રાઘવજી પટેલ, કોંગ્રેસના પ્રવીણ મુસળીયા, ચિરાગ કાલરીયા સહિતના તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસના ૧૦ અને બીટીપીના બે ધારાસભ્યોએ બપોરે અઢી વાગ્યા સુધી મતદાન કર્યું ન હતું. બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ના બંને ધારાસભ્યોએ હજુ મતદાન કર્યું નથી. છોટુ વસાવા અને તેના પુત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી બંને પાર્ટીઓ સાથે મંત્રણાઓ કરી હતી. પરંતુ  અઢી વાગ્યા સુધી કોઈ બંને કેમાં મતદાન કરશે એ નક્કી થયું ન હતું. જેને લઈને બીટીપીએ રહસ્ય સર્જ્યું છે. ઉલ્લેખનીય છે કે ચુંટણી પૂર્વે જે રીતે સમીકરણો સામે આવ્યા છે તે મુજબ ભાજપના ત્રણ અને કોગ્રેસ પક્ષે એક બેઠક રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકી પણ લટકી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here