જામનગરમાં સવારથી જ કોરોનાનો કહેર ચાલુ, વધુ ત્રણ કેસ

0
638

જામનગર : જામનગર શહેરમાં શુક્રવારની સવારે કોરોનાનો એક કેસ નોંધાયો છે. જેમાં ગાંધીનગરથી પરત મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાની થોડીક જ ક્ષણોમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. નવા આવેલા આ ત્રણ કેસ જેમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલા, સોઢાના ડેલા પાસે રહેતા ૩૦ વર્ષીય પુરુષ અને પવનચક્કી વિસ્તાર પાસે રહેતા ૩૮ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી છે.

જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧૦૯ કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here