બરડામાં બની એવી ઘટના કે વનતંત્રમાં મચી ગઈ દોડધામ,જાણો શું છે બનાવ

0
1776

જામનગર : ભાણવડ અને પોરબંદર વચ્ચે આવેલ બરડા ડુંગરમાં ગઈ કાલે રાત્રે એવી ઘટના ઘટી છે જેના થકી વન તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક મહિલા સહિતના વનતંત્રના ત્રણ કર્મચારીઓ ગુમ થઇ જતા દોડધામ મચી ગઈ છે. આ ત્રણેય કર્મચારીઓની ગાડી મળી આવી છે પરતું બાર કલાક બાદ પણ ત્રણ માંથી એકેય ન મળતા શોધખોળ શરુ કરવામાં આવી છે.
પોરબંદરના બરડા ડુંગરમાં ગઈ કાલે સાંજે વન તંત્રના ત્રણ કર્મચારી એક સાથે લાપતા બનતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને વનતત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગોઢાણા નજીક આવેલ કુંડના નાકા પાસેથી ગુમ કર્મચારીઓનું બાઈક મળી આવ્યું હતું. એક મહિલા કર્મચારી તથા તેના પતી અને અન્ય એક કર્મચારી સહિત ત્રણેય છેલ્લે એક સાથે જ હતા. આ બનાવને લઈને વનતંત્રએ શોધખોળ શરુ કરી છે. દંપતી સહિત ત્રણ વનકર્મીના પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here