જામનગર: બાયપાસ બન્યો જીવલેણ, વધુ એક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

0
411

જામનગર નજીકના ખીજડિયા બાયપાસ થી આગળ સમરસ હોસ્ટેલ પાસેના રોડ પર ગઇકાલે સાંજે પૂરઝડપે દોડતી કારે મોટર સાયકલને ઠોકર મારી અકસ્માત મચાવ્યો હતો આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક એવા પ્રૌઢને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજયું છે. પોલીસે નાસી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 જામનગર નજીકના ખીજડિયા બાયપાસ થી આગળ સમરસ હોસ્ટેલ પાસેના રોડ પર ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે પૂર ઝડપે દોડતી જીજે૧૦-સીએન-૨૨૩૨ નંબરની કારના ચાલક  જીજે૧૦-બીપી-૨૩૦૯ નંબરના સિલ્વર કલર ના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત મચાવ્યો હતો. અકસ્માતના બનાવમાં જામનગર તાલુકાના સચાણા ગામ ગામે રહેતા મોહનભાઈ ગોહિલને માથાના પાછળના ભાગે તથા ડાબા પગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત નિપજાવી કારચાલક નાસી છુટ્યો હતો.

જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિલીપભાઈ ગોહિલે નાસી ગયેલા કાર ચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પીએસઆઇ એમ આર સવસેટા સહિતના સ્ટાફે અકસ્માત બાદ નાશી ગયેલ કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here