જામનગર: IPL પર સટ્ટો લેતો સખ્સ પકડાયો, એકની સંડોવણી ખુલી

0
449

જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસે નુરી ચોકડી થી આગળ નાગમતી ભવનની પાસે ગઈકાલે દરોડો પાડી આઈપીએલની મેચ પર રન ફેર સહિતનો સટ્ટો લેતા એક શખ્સને પકડી પાડયો છે. પોલીસે આ શખ્સના કબજામાંથી એક મોબાઇલ અને રૂપિયા દસ હજાર ઉપરાંતની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

જ્યારથી આઈપીએલ શરૂ થયો છે ત્યારથી જામનગર શહેર-જિલ્લામાં સટ્ટાખોરી નું નેટવર્ક વ્યાપક બન્યુ છે તેની સામે પોલીસે પણ સમયાંતરે કાર્યવાહી કરી છે. ગઈકાલે સીટી એ ડીવીઝન પોલીસે ચોકડી થી આગળ નાગમતી ભવન ની સામે દરોડો પાડયો હતો જેમાં જાહેરમાં આઈપીએલની મેચ પર મોબાઈલ એપ્લિકેશન પર આઇડી બનાવી ઇન્ડિયન પ્રીમિયર લીગની પંજાબ અને લખનવ સુપર સાયન્સ ની મેચ પર પાડી જુગાર રમાડતા ચેતન ચંદુભાઈ મજીઠીયા નામના શખ્સને પકડી પાડયો હતો.

રાજ પાર્ક વિસ્તારમાં રહેતા શખસના કબજામાંથી સાડા ત્રણ હજારની રોકડ અને એક મોબાઇલ સહિત રૂપિયા 10400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સખસ હારજીત વગેરેના સોદા પાડી આ શખ્સ અન્ય શખસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોબાઇલ નંબરના આધારે તેની સામે પણ ગુનો નોંધી હાલ તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here