ઉડતા સૌરાષ્ટ્ર: જામનગર DRI અને ATSની કાર્યવાહી, 395 ડ્રગ્સ પકડી પાડ્યું

0
822

જામનગર ડીઆરઆઇ અને ગુજરાત એટીએસ દ્વારા બે દિવસ પૂર્વે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર એક શંકાસ્પદ કન્ટેનર કબજે કરવામાં આવ્યું હતું… આ કન્ટેનરમાંથી મળી આવેલા ચાર શંકાસ્પદ બેગમાંથી તપાસ કરતા અંદરથી 395 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું છે.


છેલ્લા બે મહિનામાં ગુજરાત ગૃહ વિભાગ ના પોલીસ અને એટીએસ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર ભરમાંથી લગભગ ૩૦૦૦ કિલો ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે હજુ પણ વધુ જથ્થો સૌરાષ્ટ્રના બંદરે ઠાલવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે બે દિવસ પૂર્વે ગુજરાત એટીએસ અને જામનગર ડીઆરઆઈ દ્વારા અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વિદેશથી આયાત કરવામાં આવેલા એક શંકાસ્પદ કન્ટેનરને કબજે કરવામાં આવ્યું હતું જેમાં રહેલ શોપિંગ બેગ્સ પૈકી ચાર બેગમાંથી 395 કિલો હેરોઇન નો જથ્થો મળી આવ્યો હતો આજે જામનગર ડીઆરઆઈ દ્વારા આ દરોડા અને સત્તાવાર જાહેર કરવામાં આવ્યો છે અને 395 કિલોગ્રામ હિરોઇન નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે જામનગર ડીઆરઆઇ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલ સંયુક્ત કામગીરીની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે.

રાજ્યના ડીજીપી દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે જોકે આ પ્રકરણમાં હજુ સુધી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી આ કન્ટેનર કોના દ્વારા મંગાવવામાં આવ્યું છે ત્યાંથી મંગાવવામાં આવ્યું છે તે તમામ વિગતો અંગે સુરક્ષા એજન્સીઓએ કહેવાનું ટાળ્યું છે હાલ આ મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here