દ્વારકા: ગોમતીઘાટ નજીક અજાણ્યા યુવા હૈયાએ સજોડે કર્યો આપઘાત

0
1040

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટથી દોઢ કિલોમીટર દૂર આવેલ બાવળની ઝાડીઓમાં અડધો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા યુવાન અને યુવતીના મૃતદેહને કબજો સંભાળી પોલીસે ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. એક બે દિવસ પૂર્વે આ યુગલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ જતા આ બનાવ બન્યો હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢી ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચાર જગાવનાર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકામાં ગોમતી ઘાટ થી દોઢ કિલોમીટર દૂર આવેલ દરિયાકિનારે ભૂરા દાદાના મંદિર ની આગળ આવેલી બાવળની ઝાડીઓમાં સ્ત્રી અને પુરુષનો મૃતદેહ પડયો હોવાની દ્વારકા તાલુકાના નુંન્ઘાભાઈ રબારીએ દ્વારકા પોલીસને જાણ કરી હતી. જેના આધારે દ્વારકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવાન અને યુવતીના મૃતદેહને કબજે કર્યા હતા. આ બંને યુવાન હૈયાઓ એ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી અહીં આપઘાત કર્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે.

પોલીસે બંનેના મૃતદેહને દ્વારકા હોસ્પિટલ ખસેડી ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુગલ એના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી બન્નેની ઓળખ બાદ જ કારણ બહાર આવશે પરંતુ પ્રેમમાં નિષ્ફળ જતાં આ બનાવ બન્યો હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે, જો કે સાચું કારણ બન્નેની ઓળખ થયા બાદ જ સામે આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here