ખંભાલીયા: પત્ની સાથે અફેર, દંપતીમાં ઝઘડો, ‘સબંધી’ આરોપીએ માર માર્યો પતીને

0
878

પત્ની સાથે અફેર ધરાવતા શખ્સને ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કરી માર માર્યો હોવાનો આરોપ વાડીનાર મરીન પોલીસ દળમાં નોંધાવી પોલીસ ફરિયાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સફાઈ કામદાર તરીકે નોકરી કરતા એક યુવાનને અન્ય એક શખ્સે માર મારી ધમકી આપી હોવાની વાડીનાર મરીન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ઘાયલ યુવાનની પત્ની સાથે આરોપીને અનૈતિક સંબંધ હોય આ સંબંધ તોડી નાખવા માટે યુવાને કેતા આરોપી હુમલો કરી માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે પરિણીત પરિણીતાના અનૈતિક સંબંધોને લીધે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતા પત્ની રીસામણે ચાલી ગઈ હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે

અનૈતિક સંબંધની આડમાં અનેક ઘરસંસાર પડી ભાંગ્યા છે અનેક દંપતીઓ છુટા પડ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે પતિ-પત્ની અને વો જેવા કિસ્સામાં થયેલ મારામારીનો એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ગામેથી સામે આવ્યો છે, જેમાં મુકેશભાઈ તુલસીભાઈ વાઘેલા નામના સફાઈ કામદાર પર આરોપી રાહુલ નટુભાઈ સોલંકી નામના આ જ ગામના સખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવાન સામે દિવસ તો વાણીવિલાસ આચરી, લોખંડના પાઇપના ઘા મારી, આરોપીએ નાકની ઉપર તથા આંખની ઉપરના ભાગે સામાન્ય ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી.

આ બનાવમાં સવિતાબેન છગનભાઈ વાઘેલા નામના મહિલાને પણ આરોપી ધક્કો મારી દેતાં તેઓને પણ મુંઢ ઈજા પહોંચી હતી. હુમલો કરી આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો, આ બનાવ બાદ સારવાર લઇ યુવાને આરોપી રાહુલ સામે વાડીનાર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની પત્ની વચ્ચે થયલ માથાકૂટમાં આરોપીની ભુમિકાનો આરોપ લગાવાયો છે. માથાકૂટના  કારણે પત્ની રીસામણે ચાલી ગઇ હતી. આરોપીને ઘાયલ યુવાનની પત્ની સાથે અફેર હોવાથી પતિ-પત્ની વચ્ચે થયેલી માથાકૂટ થતી રહેતી હતી. ઘાયલ યુવાને આરોપીને પોતાની પત્ની સાથે અફેર રાખવાની ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here