દત્તક : જામનગરની ‘રન્ના’ ને મળ્યા અમેરિકન મમ્મી-પપ્પા, સાંસદ પૂનમ માડમ બન્યા ભાવુક

0
413

જામનગર અપડેટ્સ : જામનગરની અનાથ બાળકીને અમેરિકન દંપતીએ દત્તક લીધી છે, આ બાળકી હવે આગામી જિંદગી સાત સમુદ્ર પાર અમેરીકન પરીવાર સાથે વિતાવશે. અમેરીકન દંપતિએ જામનગરની 5 વર્ષીય બાળકીને દત્તક લઈ અમેરિકા લઈ ગયા છે. માસૂમ બાળકીને દત્તક આપતી વેળાએ જામનગરના સાંસદ પૂનમ માડમ ભાવુક બન્યા હતા અને પોતાની લાગણી આંખોમાંથી વહી નીકળી હતી.

જામનગરની સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછેરેલી પાંચ વર્ષીય બાળકી રન્નાને અમેરીકન દંપતિએ દત્તક લીધી છે. જામનગરની આ રન્ના હવે એલીરૂથ તરીકે ઓળખાશે. અમેરીકન પરીવારને દત્તક આપવાની કાર્યવાહી પુર્ણ કર્યા હવે અમેરીકન દંપતિ પરીવાર સાથે રહેશે. બાળકી સંસ્થામાં 2016માં આવી હતી. જેને પાંચ વર્ષ સુધી સંસ્થામાં ઉછેરી. બાળકીને જયારે સંસ્થામાં આવી ત્યારે જામનગરના સાંસદ પુનમબેન માડમને બાળકી પ્રત્યે લાગણી થઈ ત્યારે તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો તે બાળકને સારો પરીવાર મળશે. તે વખતે તે ફરી સંસ્થામાં હાજર રહેશે. તે વાત યાદ કરતા તેમજ બાળકીને પ્રત્યે ભાવુક બન્યા હતા.

સાંસદ પુનમ મામડ વાત કરતા તેની આંખોમાં આંસુ છલકાયા હતા. અને બાળકીને નવા પરીવાર અને નવા જીવનની શુભેચ્છા પાઠવી હતી. અમેરીકામાં રહેતા દંપતિએ જામનગરની બાળકીને દત્તક લેવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રક્રિયા કરતા હતા. અને કોરોનાના કારણે બે વર્ષથી આવી ના શકયા. હાલ પ્રક્રિયા પુર્ણ થતા આજે બાળકીને પોતાના પરીવારનો સભ્ય બનાવતા ખુશી વ્યકત કરી હતી. બાળકીના હસમુખો ચહેરો અને આત્મવિશ્વાસ જોતા તે ખુશી વ્યકત કરી સાથે પરીવારમાં તે આવતા બમણી ખુશી મળવાનો વિશ્વાસ દંપતી પૈકીના
દસ્તીન કલપેપરએ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here