જામનગર અપડેટ્સ : જામનગર નજીક ખાનગી બસમાં બેસી અમદાવાદ જઈ રહેલ એક પ્રૌઢ ચાલુ બસમાંથી એકાએક પડી જતા પહોચેલ ગંભીર ઈજાથી તેઓનું મૃત્યુ  નીપજ્યું  છે. પોલીસે બસ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

જામનગર અપડેટ્સ : જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પર વિશ્રામ હોટેલ સામેના રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં શહેરના રાજપાર્ક ગણેશ કોલ્ડ સ્ટોરેજના ઢાળીયે વ્હાઇટ ફીલ્ડની સામે સરદારચોકમાં રહેતા ગોવીદભાઇ રાઘવજીભાઇ ચાવડા ઉ.વ.૬૫ વાળા જામનગરથી અમદાવાદ ખાનગી પાવન ટ્રાવેલ્સ નામની જેના રજી. નં જી.જે.૧૧.વી.વી.૪૬૦૦મા બેસીને જતા હતા ત્યારે બસચાલકે પોતાનુ વાહન પુર-ઝડપે અને બેફીકરાઇ ભરી રીતે હંકારતા ખૂલ્લા દરવાજા પાસે ઉભેલ વૃદ્ધ ગોવીદભાઇ રાઘવજીભાઇ ચાવડા નીચે પડી ગયા હતા. જેમાં તેઓને બંન્ને પગે ફ્રેકચરની તથા શરીરે મુઢ ઇજાઓ પહોચી હતી. દરમિયાન તેઓને ૧૦૮ મારફતે જી.જી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પંચકોશી એ ડીવીજન પોલીસે ખાનગી બસના નાશી ગયેલ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાયવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here