કપાતર : દારુ પીવાના પૈસા ન આપતા પુત્રએ માતા-પિતા સાથે કર્યું આવું કામ

0
400

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભીમાનું ગામે એક કપાતર પુત્રએ પિતા પર કુહાડી વડે હુમલો કરી ઈજા પહોચાડી છે જયારે માતાને મુંઢ ઈજા પહોચાડી છે. આરોપી પુત્રએ દારુ પીવાના માંગેલા પૈસા ન આપતા આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લાનાના કાલાવડ તાલુકાના ભીમાનું ગામે ગઈ કાલે રામાભાઇ તરસીભાઇ વાઘેલા ઉ.વ.૫૫ અને તેના પત્ની ચંપાબેન પર તેના જ પુત્ર વસંતભાઇ રામાભાઇ વાઘેલાએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આરોપી વસંત રામાભાઇ વાઘેલા દારુ પીવાની ટેવ ધરાવે છે. અવાર નવાર દારૂ પીવાની ટેવ વાળા આ યુવાને ગઈ કાલે માતા પિતા પાસે દારુ પીવા માટેના પૈસા માંગ્ય હતા. જેની સામે પિતાએ પૈસા આપવાની ના પાડતા આરોપી વંસત એક્દમ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ભુંડા ગાળો દઇ માતા ચંપાબેનને ઢીકાપાટુ નો માર મારી મુંઢ ઇજાઓ કરી તથા પિતા પર કુહાડા વડે હુમલો કરી કપાળમાં તથા માથામા ડાબી બાજુ તથા ડાબા હાથના બાવળામા તથા જમણા હાથની બીજી આંગળીમા એક-એક ધા મારી માથામાં ડાબી બાજુ સાતેક ટાકા તથા કપાળના ભાગે દશેક ટાકા તથા જમણા હાથની બીજી આંગળીના ભાગે ગંભીર ઇજાઓ કરી તથા ડાબા હાથના બાવળાના ભાગે છએક ટાકા જેવી ઇજાઓ કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ બનાવ અંગે સારવાર લીધા બાદ પિતાએ પુત્ર સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ એચ.વી.પટેલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે કપાતર પુત્ર સામે ફિટકારની લાગણી વર્ષી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here