લાપસીનો સામાન તૈયાર છે ને ? આવે છે વર્ષારાણીની રુમઝુમ સવારી

0
731

જામનગર : મોનસુન સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. કેરળમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. કેરલથી રાબેતા મુજબ ચોમાસું આગળ વધી રહ્યું છે. જેને લઈને રાજ્યના હવામાન વિભાગે ચોક્કસ આગાહી કરી છે. જે મુજબ, જુન માસના અંત સુધીમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી જશે, બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ચોમાસાની ગતિને વેગ મળશે એમ પણ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. જેના કારણે રાજ્યમાં ૧૮ થી ૨૪ જુન સુધીમાં પ્રથમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે પણ ચોમાસાની શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાંથી થશે એમ જણાવી હવામાન વિભાગે આગાહી કરી છે કે કર્યું છે કે ૧૫ જુનથી આ બંને પ્રાંતમાં વરસાદી માહોલ જોવા મળશે જેની અસર તા. ૨૪ સુધી રહેશે. હવામાન વિભાગની આ આગાહી સાચી ઠરે તો વિધિવત ચોમાસાની સરુઆતમાં જ સચારસર વરસાદ પડી જશે. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે એવી હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો સહીત સમગ્ર  રાજ્યમાં હરખની હેલી પ્રસરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here