એમ્પલોયમેન્ટ કાર્ડ રીન્યુ કરાવવાની ડેઈટ ચાલી ગઈ ? ચિંતા છોડો, કેમ ?

0
706

જામનગર :  કોરોના વાયરસ બીમારી ફેલાતા તા.૨૫ માર્ચ ૨૦૨૦ થી ૩૧ મે ૨૦૨૦ દરમિયાન લોકડાઉનના કારણે રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રાખવામાં આવી હતી. જેથી અનેક ઉમેદવારો આ પિરિયડ  માર્ચ-૨૦૨૦ થી મે-૨૦૨૦ (વધારાના બે મહિના ગ્રેસ પિરિયડ સહિત) સમયગાળા દરમિયાન નામ નોંધણી તાજી(કાર્ડ રીન્યુ) કરાવી શક્યા નથી. આ ઉમેદવારોને નુકસાન ના થાય તે હેતુથી ઓગષ્ટ-૨૦૨૦ સુધી રીન્યુ કરાવી લાભ મેળવી શકાશે. જામનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે ઉમેદવારે રૂબરૂ અથવા પોસ્ટ કાર્ડ દ્વારા અથવા ટેલિફોન નંબર ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર ટેલીફોનિક જાણ દ્વારા પોતાની નામ નોંધણી તાજી કરાવી શકે છે. તે જ પ્રમાણે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો કચેરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ માટે ફોન નંબર ૦૨૮૧-૨૫૭૬૨૨૬ પર સંપર્ક કરી નામ નોંધણી તાજી કરાવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here