જામનગર : આ પાંચ વિસ્તારો હવે કન્ટેઇન્મેન્ટઝોનમાંથી મુક્ત

0
466

જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમણના કિસ્સાઓમાં ખાસ્સો વધારો થયો છે. જેને લઈને જે તે વિસ્તારમાંથી એક્ટીવ દર્દીઓ સામે આવ્યા છે તે વિસ્તારના મર્યાદિત ભાગને કલેકટર દ્વારા કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ અને મેડીકલ ઈમરજન્સી સિવાયની સુવીધાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જે પૈકી આજે અમુક વિસ્તારોના ૨૮ દિવસનો પીરીયડ પૂર્ણ થતા કલેકટર દ્વારા આ ઝોનને સામાન્યની વ્યાખ્યામાં ઉમેરી જાહેરનામું પરત ખેચી લીધું છે. જેમાં જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં જામજોધપુર બાયપાસ રોડ, સોમનાથ સોસાયટીની સામેનો વિસ્તાર, સારથી સિમેન્ટની બાજુનો ૨૦૦ મીટરની ત્રિજયાનો વિસ્તાર તેમજ જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામથી ૧ કિલોમીટર દુર આવેલ સોનલબેન ભાવેશભાઈ બાંભણાની વાડીની ૨૦૦ મીટરની ત્રિજયાનો વિસ્તાર તેમજ જામજોધપુર તાલુકાના પરડવા ગામથી ૩ કિલોમીટર દુર આવેલ શાંતિલાલ નાનજી કાનાણીની વાડીની ૨૦૦ મીટરની ત્રિજયાનો વિસ્તારને હવે મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ શિવદર્શન પાક તરીકે ઓળખાતા ટેનામેન્ટને પણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામનો મહેસુલી કાર્યક્ષેત્ર હેઠળનો તમામ વિસ્તારને પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here