જામનગરમાં રહેતા એક યુવાનને કૌટુંબિક કાકી સાથે પ્રેમ સંબંધ કરવો ભારે પડ્યો છે અને આ સંબંધના કારણે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. કાકીએ લગ્ન કરવાનું કહેતા જ ભત્રીજાએ આત્મહત્યા કરી લીધી હતી.
જામનગરના આ ચર્ચાસ્પદ બનાવની વિગત એવી છે કે , શહેર ના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ , હનુમાન ટેકરી વિસ્તાર માં રહેતા ભરત નાથાભાઈ મગવાણીયા નામનાં ૩૯ વર્ષનાં યુવાને આજે સવારે પોતાનાં ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે ની જાણ થતા જ પોલીસ કર્મચારી દોડી ગયા હતા. અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના પત્ની કલ્પનાબેન દ્વારા જાહેર એવું કારણ જાહેર કરવામાં આવ્યું હતું કે ભરત ને પોતાના કૌટુંબિક કાકી સાથે ૧૦ વર્ષ થી પ્રેમ સંબંધ હતો .અને કાકી દ્વારા લગ્ન કરવા માટે દબાણ કરતા ભરત પરણિત હોવા થી અને લગ્ન કરવા નહીં હોવાથી તેણે આપઘાત કરી લીધો હતો. આમ કૌટુંબિક કાકી સાથે ના લગ્નનેતર સંબંધ નો કરુણ અંજામ આવ્યા છે.