જામનગર: વેરો નહીં ભરનારા એક ડઝન આસામીઓની મિલકત ટાંચમાં લેવાઈ

0
129

જામનગર:  જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાએ બાકી વેરાની કડક અને સઘન વસૂલાત કામગીરી શરૃ કરી છે. તંત્રએ એક જ દિવસમાં  ૧૨  મિલકતો સીલ કરી નાંખવામાં આવતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે ચાર બાકીદારો એ સ્થળ પર જ વેરા ની રકમ ભરપાઈ કરી આપી હતી.

          જામમહાનગરપાલિકાની કરોડો રૃપિયા ની મિલકત વેરા વસૂલાત કરવાની બાકી રહી છે. અનેક વખત નોટીસો, ડિમાન્ડ છતાં આવા આસામીએ વેરો ભરપાઈ કરતા નથી. આથી જામનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ ખુદ પોતાની રપ લોકોની ટીમ સાથે વેરા વસૂલાત માટે મેદાને ઉતર્યા હતા.અને  મહાનગર પાલિકાની ટીમ દ્વારા સઘન વસૂલાત ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી જ્યારે વેરો ભરપાઈ નહી કરનાર ૧૨  આસામીઓ ની મિલકત સિલ કરવામાં આવી હતી.

જેમાં ધીરજલાલ રણછોડભાઈ શિંગાળા ની ત્રણ મિલકત ( કુલ રૂ ૧,૪૭,૫૬૬), રાજેન્દ્ર ચંદ્રકાંતભાઈ ઝવેરી ( ૧૦૬૪૬૧), શ્રી પલ બિલ્ડર્સ – કે એન મહેતા ( ૩૮૧૧૫ ) ,ભરત રામભાઈ ગઢવી (૨૦૨૯૧ ), રાજેશકુમાર ( ૬૨૨૪૭) ,ભાવેશભાઈ ( રૂ. ૨૪૧૨૨), અનિલ લિલાધરભાઈ ઝાંખરિયા ( ૨૦૪૧૪), વિજયભાઈ (૨૦૯૧૯ ), લાધાભાઈ વશરામભાઇ નાં પુત્ર ઝનકાર હેર ડ્રેસર ( ૪૬૩૮૫), ને મનુબા ભાનુભા જાડેજા (૪૫૪૮૨) નો સમાવેશ થાય છે . આ તમામ ૧૨ આસામીઓ ની બાકી વેરા વસૂલાત અન્વયે મિલકત સિલ કરવામાં આવી હતી.    

જ્યારે ચાર આસામીઓ દ્વારા સ્થળ પર જ બાકી વેરા ની રકમ ભરપાઈ કરી દેવામા આવી હતી .જેમ મેઘામલ ટ્રાન્સપોર્ટ ( ૩૦૯૦૪), હેમતલાલ માધવજી પટેલ – સુપર ઓટો ગેરેજ ( ૧૦,૦૦૦) , પ્રવિણચંદ્ર  માધવજીભાઈ મહેતા ( ૩૪૦૦૦) ,અને ઇનુસ મકરાણી (૨૬૭૭૭) નો સમાવેશ થાય છે. આ માટે ટેક્સ કલેક્શન વેન પણ સાથે જ રાખવામાં આવી છે. આથી સ્થળ ઉપર જ વેરો વસૂલાત કરી શકાય .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here